Follow us:-

સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ બોટાદ સંચાલિત અત્રેની કોલેજમાં શૈ. વર્ષ ૨૦૨૬-૨૭ માં નૂતન પ્રવેશ લીધેલ વિદ્યાર્થીની બહેનોનો આવકાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટના ખજાનચી શ્રી હરિકૃષ્ણભાઈ કાકડિયા તેમજ ટ્રસ્ટી કિસ્મતભાઈ ધોળકિયા, કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રી કોમલબેન કળથિયા તેમજ કોમર્સ કોલેજના ઈ. આચાર્ય કીર્તિબેન કળથિયા ઉપસ્થિત રહ્યા હતા.

સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. જે. એસ. સોરઠિયા દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ કોલેજના ઈ. આચાર્ય ડૉ. કે. બી. મુંજપરા દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજમાં ચાલતાં ચાર મેજર વિષયના પ્રથમ પ્રવેશ મેળવનાર બહેનોને ભગવદ્ ગીતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સેમ. ૧ ની બધી બહેનોને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી આ ઉત્સવને અનેરો બનાવ્યો હતો. આઈ.ક્યુ.એ.સી.ના કો-ઓર્ડિનેટર ડૉ. પી. એ. સતાશિયા દ્વારા જી. એસ. અને સી. આર. ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ડૉ. રેખાબા પરમાર અને શારદાબેન જાધવના રાહબર હેઠળ વિવિધ સાંસ્કૃતિક કૃતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર સ્ટાફ પરિવારની હાજરી તેમજ વિદ્યાર્થીનીઓની બહોળી સંખ્યાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા. ફાલ્ગુનીબેન જોશી અને પ્રા. આહુતિ જોશી દ્વારા તેમજ આભારવિધિ ડૉ. વિપુલ કાળિયાણિયા દ્વારા સુપેરે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના ઈ. આચાર્ય ડૉ. કે. બી. મુંજપરા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.