- By Sakariya College
- April 12, 2026
- No Comments
જોઈએ છે – આચાર્ય
સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ, બોટાદમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવે છે. ગાંધીનગરના પત્ર ક્રમાંક—કબચા/SC-8/2026/4394-95 તારીખ 24/03/2026 મુજબ અરજી મંગાવવામાં આવે છે.
લાયકાત:
(1) ઉમેદવાર U.G.C. ની તા. 30 જૂન 2010, 18 જુલાઈ 2018 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમો અનુસાર માન્ય યુનિવર્સિટીમાંથી 55% ગુણ સાથે M.A. તથા Ph.D. ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
(2) ઉમેદવારે કોલેજ કે યુનિવર્સિટી અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રોફેસર/એસોસિયેટ પ્રોફેસર તરીકે ઓછામાં ઓછા 15 વર્ષનો શૈક્ષણિક/સંશોધન ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
(3) સરકારશ્રીના નિયમો મુજબ નિર્ધારિત ગુણાંક તથા યુ.જી.સી. રેગ્યુલેશન 2018 માં દર્શાવેલ પરિશિષ્ટ-2, ટેબલ-2 મુજબ કુલ 5 કેટેગરીમાંથી ઓછામાં ઓછી 3 કેટેગરીમાં કુલ સ્કોર 110 હોવો જોઈએ. તેમજ પીયર રિવ્યૂ જર્નલ અથવા યુ.જી.સી. સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછી 10 સંશોધન પેપર્સ પ્રકાશિત થયેલા હોવા જોઈએ.
(4) B.A., M.A. તથા Ph.D. માં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, માનસશાસ્ત્ર, અંગ્રેજી પૈકી કોઈ એક વિષય હોય તે ઉમેદવાર અરજી કરી શકશે.
પગાર ધોરણ: ગુજરાત સરકાર તથા યુ.જી.સી. ના પ્રવર્તમાન ધોરણ મુજબ.
ઉમેદવારે લાયકાતના તમામ પ્રમાણપત્રો તથા હાલની સંસ્થા વડાના N.O.C. સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના 20 દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા અરજી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે.
પ્રમુખશ્રી/મંત્રીશ્રી
સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ
શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ, પાણિયાળ રોડ, બોટાદ – 364710
અધૂરી માહિતી વાળી તેમજ સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજીનું ફોર્મ તથા વધુ માહિતી માટે કોલેજની વેબસાઈટ https://sakariyacollege.in ઉપર ઉપલબ્ધ છે.
પ્રમુખશ્રી/મંત્રીશ્રી
સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ







